'શાહીન બાગ'વાળી ઓખલા સીટ BJP તરફ જતા AAP નેતા કાળઝાળ, કહ્યું-હું 65546 મતોથી આગળ
જેમ જેમ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામો જાહેર થઈ રહ્યાં છે તેમ તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિલ્હીવાળાઓએ ફરીથી એકવાર અરવિંદ કેજરીવાલને સીએમ તરીકે ચૂંટી લીધા છે. રાજધાની દિલ્હીમાં ત્રીજીવાર આમ આદમી પાર્ટીની સરકાર બનશે. હવે વાત કરીએ નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બનેલા શાહીન બાગવાળી ઓખલા સીટની તો અહીં આમ આદમી પાર્ટીના અમાનતુલ્લાહ ખાન અને ભાજપના બ્રહ્મ સિંહ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. જો કે અમાનતુલ્લાહ ખાનની ઉપરાઉપરી ટ્વીટથી બધા ચોંકી ગયા છે. કારણ કે ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ તેઓ આ બેઠક પર પાછળ છે પરંતુ તેઓ ટ્વીટ કરીને જણાવી રહ્યાં છે કે તેઓ 11 રાઉન્ડની મતગણતરી પછી 65546 મતોથી આગળ છે. અત્રે જણાવવાનું કે ઓખલા વિધાનસભા બેઠક માટે 51 ટકા મતદાન થયું હતું.
Trending Photos
નવી દિલ્હી: જેમ જેમ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામો જાહેર થઈ રહ્યાં છે તેમ તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિલ્હીવાળાઓએ ફરીથી એકવાર અરવિંદ કેજરીવાલને સીએમ તરીકે ચૂંટી લીધા છે. રાજધાની દિલ્હીમાં ત્રીજીવાર આમ આદમી પાર્ટીની સરકાર બનશે. હવે વાત કરીએ નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બનેલા શાહીન બાગવાળી ઓખલા સીટની તો અહીં આમ આદમી પાર્ટીના અમાનતુલ્લાહ ખાન અને ભાજપના બ્રહ્મ સિંહ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. જો કે અમાનતુલ્લાહ ખાનની ઉપરાઉપરી ટ્વીટથી બધા ચોંકી ગયા છે. કારણ કે ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ તેઓ આ બેઠક પર પાછળ છે પરંતુ તેઓ ટ્વીટ કરીને જણાવી રહ્યાં છે કે તેઓ 11 રાઉન્ડની મતગણતરી પછી 65546 મતોથી આગળ છે. અત્રે જણાવવાનું કે ઓખલા વિધાનસભા બેઠક માટે 51 ટકા મતદાન થયું હતું.
આ બાજુ ચૂંટણી પંચની વેબસાઈટ પર જણાવેલા આંકડાને જોઈએ તો ઓખલા બેઠક માટે જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લા ખાનને કુલ 5474 મતો મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવાર બ્રહ્મ સિંહને કુલ 7107 મત મળ્યાં છે. મતોની ટકાવારી જોઈએ તો હાલ આપ નેતાને મળેલા મતોની ટકાવારી 40.42 છે જ્યારે ભાજપના ઉમેદવારને મળેલા મતોની ટકાવારી 52.48 ટકા છે.
(ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ સ્થિતિ) (બપોરના 12 વાગ્યા પહેલા)
હવે અમાનતુલ્લાહ ખાનની આ પ્રકારની ટ્વીટથી સોશિયલ મીડિયા પર લોકો વિચારમાં પડી ગયા છે.
થોડીવાર બાદ પાસુ પલટાતા આપ નેતા આગળ થયા
જો કે ત્યારબાદ અચાનક પાસું પલટાયું અને આપ નેતા અમાનતુલ્લાહ ખાન ભાજપના ઉમેદવાર કરતા આગળ થયાં. જો કે આમ છતાં તેમના દાવા મુજબ તો મત મળતા જોવા મળી રહ્યાં નથી. ઈલેક્શન કમીશનની વેબસાઈટ પર બપોરના 1.22 વાગ્યા સુધીમાં જે પ્રકારે આંકડા અપડેટ થયા તે મુજબ ઓખલા બેઠક પર આપ ઉમેદવાર અમાનતુલ્લાહ ખાનને 28470 મતો મળ્યા નથી. જ્યારે ભાજપના નેતા બ્રહ્મ સિંહને 7296 મત મળ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે